Video: ભાવનગરમાં જમીન કૌભાંડના આરોપી પથુભા ગોહિલનું જેલમાં હાર્ટ એટેકથી મોત: પેનલ પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, પરિવારજનો એકઠા થયા

સોર્સ: gstv

ભાવનગરમાં જમીન કૌભાંડના કેસમાં વર્ષ 2024થી જેલમાં બંધ પથુભા ગોહિલનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ હૃદયની બીમારીથી પીડાતા પથુભા ગોહિલને આજે સવારે હાર્ટ એટેક આવતાં તેમનું મોત થયું હતું. ગુજસીટોક સહિતની વિવિધ કલમો હેઠળ તેઓ બે વર્ષથી વધુ સમયથી જેલમાં હતા. અગાઉ જમીન કૌભાંડના કેસમાં જેલમાં બંધ સતુભા સરવૈયાનું પણ જેલમાં મોત થયું હતું. પથુભા ગોહિલના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત