Video: ગિરનાર લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ, 8 લાખ ભાવિકોનો અંદાજ

ગિરનારની લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે. કલેક્ટરના જાહેરનામા મુજબ પરિક્રમાનો પ્રવેશદ્વાર ગણાતો ઇંટવા ગેટ સવારે 7 વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે 7 વાગ્યા પહેલાં પહોંચેલા પરિક્રમાર્થીઓને રૂટ પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. અંતિમ દિવસે પરિક્રમા કરવા આવનાર ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભારે વરસાદને કારણે પરિક્રમા રદ કરવામાં આવી હતી, ત્યારે ચાલુ વર્ષે અંદાજે 8 લાખ જેટલા ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી હોવાનો અંદાજ છે. હાલ પરિક્રમા રૂટ પર આશરે 25 હજાર જેટલા ભાવિકો પરિક્રમા કરી રહ્યા છે અને આજ સાંજ સુધીમાં આ તમામ ભાવિકો પરિક્રમા પૂર્ણ કરીને બહાર નીકળશે.
જાહેરાત











