Video: ગિરનાર લીલી પરિક્રમા અંતિમ તબક્કામાં, ત્રણ દિવસમાં 7.25 લાખથી વધુ યાત્રિકોની અવરજવર

સોર્સ: gstv

જૂનાગઢની સુપ્રસિદ્ધ ગિરનાર લીલી પરિક્રમા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, જ્યાં અત્યાર સુધીમાં 7.25 લાખથી વધુ યાત્રિકોએ નળપાણીની ઘોડી વટાવી છે અને 6 લાખ 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરીને વતનની વાટ પકડી છે. વિકેન્ડની ભારે ભીડ બાદ હવે યાત્રિકોનો પ્રવાહ ધીમો પડ્યો છે અને હાલ જંગલના રૂટ પર અંદાજે 50 હજાર જેટલા ભાવિકો પરિક્રમા કરી રહ્યા છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, તારીખ 24મીના રોજ સવારે 7 વાગ્યે પરિક્રમામાં પ્રવેશ બંધ કરવામાં આવશે અને રાત સુધીમાં તમામ યાત્રિકોને સુરક્ષિત રીતે તળેટીમાં પરત લાવીને પરિક્રમા સંપન્ન કરાવાશે. જોકે, વર્ષ 2023માં ઉમટેલા 16 લાખ 25 હજાર ભાવિકોની સરખામણીએ આ વર્ષે યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, આ પરિક્રમા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 5 યાત્રિકોના હૃદયરોગના હુમલાના કારણે દુઃખદ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત