Video: સુરેન્દ્રનગરમાં 34,800 બિયરના ટીન ઝડપાતાં LCBની કામગીરી સામે સવાલ

સુરેન્દ્રનગરમાં અમદાવાદ-ચોટીલા હાઈવે પર આણંદપર ચોકડી નજીક રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકને રોકીને તપાસ કરતાં તેમાંથી બિયરના 34 હજાર 800 ટીન મળી આવ્યા હતા. પોલીસે અંદાજે 35 લાખ 45 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેન્જ ટીમની આ કાર્યવાહી બાદ સુરેન્દ્રનગર એલસીબી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
જાહેરાત














