Video: હર્ષ સંઘવીના છોટાઉદેપુર પ્રવાસ પૂર્વે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાનો આક્ષેપ, યુવાનો દારૂના ખેપિયા બનવા મજબૂર

સોર્સ: gstv

છોટાઉદેપુરમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પ્રવાસ પૂર્વે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જિલ્લામાં શિક્ષિત બેરોજગારી ચરમસીમાએ હોવાનો આક્ષેપ કરી રોજગારીના અભાવે યુવાનો દારૂના ખેપિયા બનવા મજબૂર હોવાનો દાવો કર્યો છે. રાઠવાએ દારૂબંધીના અમલ અને પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. વધુમાં તેમણે આદિવાસી વિસ્તારોમાં ભાજપનું જનસમર્થન ઘટી રહ્યું હોવાનો દાવો કરી આગામી 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીઓના પ્રવાસને ડેમેજ કંટ્રોલની કવાયત ગણાવી છે. તેમના મતે આદિવાસી સમાજ હવે વધુ જાગૃત બન્યો છે અને રાજકીય પક્ષોને મતદારો સરળતાથી પ્રભાવિત કરી શકશે નહીં. સુખરામ રાઠવાના આ નિવેદનથી છોટાઉદેપુરના રાજકારણમાં ચર્ચા તેજ બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત