Video: ખેડાના સેવાલીયામાં પોલીસ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી, દેશી બનાવટની પિસ્ટલ અને જીવતા કારતૂસ સાથે મહારાષ્ટ્રના બે શખ્સો ઝડપાયા

સોર્સ: gstv

ખેડાના સેવાલીયા પોલીસ સ્ટેશનના PI એસ.કે. કાંબડ અને સ્ટાફે માતૃકૃપા ટ્રાવેલ્સની બસમાં શંકાસ્પદ મુસાફરોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના વતની મીઠ્ઠુ દેવસિંહ પાવરા અને સતિષ લક્ષ્મણ પાવરા પાસેથી ગેરકાયદેસર મેગેઝીનવાળી પિસ્તોલ બે જીવતા કારતૂસ મોબાઇલ અને રોકડ મળી કુલ 29 હજાર 270 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત