Video: મણિપુરના ઇમ્ફાલમાં ભેળસેળયુક્ત દારૂના સેવન બાદ 18નાં મોત, એક હજારથી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ

મણિપુરના ઇમ્ફાલમાં કથિત ભેળસેળયુક્ત દારૂના સેવન બાદ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધી 18 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે એક હજારથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્તોની JNIMS અને શિજા હોસ્પિટલ સહિતની આરોગ્ય સંસ્થાઓમાં સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે હોસ્પિટલોમાં તબીબી વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ મામલે કોંગ્રેસના CLP નેતા કેઇશમ મેઘચંદ્ર સિંહે પ્રતિક્રિયા આપતાં સરકાર સમક્ષ જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી છે.
જાહેરાત














