Video: મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ગ્લોબલ પીસ ઓનર્સ 2026નું આયોજન

મહારાષ્ટ્રના મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ગ્લોબલ પીસ ઓનર્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. અમૃતા ફડણવીસ અને દિવ્યજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વૈશ્વિક શાંતિ, માનવતા અને સામાજિક એકતાનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો. સમારોહ દરમિયાન શાંતિ અને સમાજસેવાના ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
જાહેરાત













