Video: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ઓલ ઈન્ડિયા તેલુગુ કોન્ફરન્સ 2026નું આયોજન

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ઓલ ઈન્ડિયા તેલુગુ કોન્ફરન્સ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં તેલુગુ ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તેલુગુ સમાજના વિવિધ અગ્રણીઓ અને મહાનુભાવો જોડાયા હતા. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ પણ કાર્યક્રમમાં હાજરી આપીને ઉપસ્થિત લોકો સાથે સંવાદ કર્યો હતો. આ કોન્ફરન્સના માધ્યમથી તેલુગુ ભાષા અને સંસ્કૃતિના વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જાહેરાત










