Video: રાજકોટમાં ટ્રાફિક બંદોબસ્ત દરમિયાન પટ્ટા ઉતરાવવાની ધમકી આપનારને ASIએ પટ્ટો જ સોંપી દીધો

રાજકોટમાં ટ્રાફિક પોલીસના એએસઆઈ ભીમભાઈ સરવૈયા અને એક વાહનચાલક વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી. એએસઆઈ દ્વારા વાહન સાઈડમાં રાખવાનું કહેવામાં આવતાં વાહનચાલક ઉશ્કેરાયો હતો અને પોતે પોલીસકર્મીનો પુત્ર હોવાનું જણાવી એએસઆઈને ધમકી આપી હતી અને પટ્ટા ઉતારી દઈશ તેવી ધમકી આપી રોફ જમાવ્યો.. દરમિયાન એએસઆઈ ભીમભાઈ સરવૈયાએ તાત્કાલિક પોતાનો પટ્ટો ઉતારી ધમકી આપનાર શખ્સના હાથમાં આપી દીધો હતો. ઝેડ પ્લસ સુરક્ષાના કોન્વે માટે ટ્રાફિક બંદોબસ્તમાં રહેલા એએસઆઈ અને શખ્સ વચ્ચે ભરબજારે થયેલા આ ઘટનાક્રમથી ઉપસ્થિત લોકો પણ ચોંકી ઊઠ્યા હતા.
જાહેરાત














