Video: કાર્તિક પૂર્ણિમા પૂર્વે ઉત્તર પ્રદેશના હાપુડમાં ભારે ટ્રાફિક જામ, ગઢમુક્તેશ્વર જતા શ્રદ્ધાળુઓનો દિલ્હી-લખનૌ હાઇવે પર જમાવડો

કાર્તિક પૂર્ણિમા નિમિત્તે ગઢમુક્તેશ્વર તરફ જતા શ્રદ્ધાળુઓના ધસારાને કારણે દિલ્હી-લખનઉ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અચાનક વાહનોનું ભારણ વધી જતાં હાપુડ નજીક ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો, જેના કારણે સામાન્ય મુસાફરો અને શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પર્વને અનુલક્ષીને આગામી દિવસોમાં પણ શ્રદ્ધાળુઓની ભીડ યથાવત રહેવાની શક્યતા છે, જેને પગલે માર્ગ પર વાહનવ્યવહાર સુચારુ રાખવા તંત્ર સજ્જ બન્યું છે.
જાહેરાત















