Video: વર્ષ 2018 માનહાનિ કેસમાં યુટ્યુબર ધ્રુવ રાઠી વિરુદ્ધ દિલ્હી કોર્ટનું બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું

યુ-ટ્યુબર ધ્રુવ રાઠીની ચેનલ પર અપલોડ કરાયેલા વીડિયો સંદર્ભે વર્ષ ૨૦૧૮માં માનહાનિની ફરિયાદ દાખલ થઈ હતી જેમાં જુલાઈ ૨૦૧૯માં પ્રથમ સમન્સ પાઠવાયું હતું. અગાઉ ૩૧ ઓક્ટોબરે જામીનપાત્ર વોરંટ જારી કરાયું હતું, જ્યારે ગુરુગ્રામ સરનામે નોટિસ બજાવવા જતાં ઘર બંધ મળ્યાનો રિપોર્ટ નોંધાયો હતો. રાઠી જર્મનીમાં રહે છે અને વિરોધ પ્રદર્શન માટે ભારત આવ્યા હતા. હવે આ કેસમાં ૩ ડિસેમ્બરે વધુ કાર્યવાહી થશે.
જાહેરાત














