Video: પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ૨૫-૩૦ વર્ષ જૂનો પુલ ધરાશાયી, રેલવેના ભારે સાધનો ભરેલો ટ્રક પસાર થતા તૂટી પડ્યો

સોર્સ: gstv

પશ્ચિમ બંગાળના કૂચ બિહાર બ્લોક-૨માં અંબારી અને બોકાલીર મઠ વચ્ચે આવેલો આ પુલ માત્ર હળવા વાહનો માટે બન્યો હતો. રેલવેના ભારે સાધનો ભરેલા ત્રણ ટ્રક પસાર થઈ રહ્યા હતા જેમાં બે વાહન નીકળી ગયા બાદ ત્રીજા ટ્રકનું વજન પુલ સહન ન કરી શકતા તે નહેરમાં ખાબક્યો હતો. પુલની પેલે પાર હાઈસ્કૂલ અને બજાર હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે BDO દ્વારા કામચલાઉ રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત