Video: 'મતદાર યાદીમાંથી નામ કમી કરવા વિરુદ્ધ દાખલ કરાયેલી અપીલોને પ્રાથમિકતા આપો', સુપ્રીમ કોર્ટનો પશ્ચિમ બંગાળ SIR ટ્રિબ્યુનલને નિર્દેશ

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં SIR સંબંધિત અપીલોની સુનાવણી કરી રહેલા ટ્રિબ્યુનલોને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે મતદાર યાદીમાંથી નામ કમી કરવાને પડકારતી અરજીઓને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે, જ્યારે નામ ઉમેરવા સામેની અરજીઓ પર સુનાવણી હાલ પૂરતી ટાળવા કહ્યું છે. CJI સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની ખંડપીઠે ટ્રિબ્યુનલોને બંને પ્રકારની અપીલો અલગ કરવા સૂચના આપી છે. પીઠના જણાવ્યા અનુસાર, નામ ઉમેરવાની અપીલોમાં કોઈ ઉતાવળ નથી, તેથી તેને હાલ ટાળી શકાય છે, જ્યારે નામ કમી કરવાની અપીલોનો અંતિમ નિકાલ પ્રાથમિકતાના ધોરણે થવો જોઈએ. આ ઉપરાંત, કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો છે કે નામ કમી કરવાની અપીલોમાં કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના મતદારોના કેસને અગ્રતા આપવામાં આવે, કારણ કે ત્યાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે.








