Video: ગંગામાં ભક્તોનું દીપદાન

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના ગઢમુક્તેશ્વરમાં કાર્તિક ચતુર્દશીના પાવન અવસરે ગંગા નદીમાં ભક્તો દ્વારા દીપદાન કરવામાં આવ્યું હતું. ધાર્મિક આસ્થાના આ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા ઘાટ પર પહોંચ્યા હતા અને નદીમાં દીવા પ્રગટાવી પૂજા-અર્ચના કરી હતી. ગઢમુક્તેશ્વર ગંગા મેળાને લઈને ઘાટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મેળા દરમિયાન પોલીસ અને વહીવટી તંત્રના કર્મચારીઓ સતત નજર રાખી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત