Video: "નામ બદલીને તમે ઇતિહાસ ભૂંસી ન શકો!" પશ્ચિમ બંગાળનું નામ 'પશ્ચિમ બંગ' કરવાના પ્રસ્તાવ પર LoP ઋતબ્રત બેનર્જીએ શું કહ્યું?

પશ્ચિમ બંગાળ રાજ્યનું નામ બદલીને 'પશ્ચિમ બંગ' કરવાની હિલચાલ વચ્ચે વિપક્ષના નેતા (LoP) ઋતબ્રત બેનર્જીની ભાવુક અને મહત્વપૂર્ણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે 1947ના ભારત-પાકિસ્તાનના ભાગલાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે લાખો વિસ્થાપિત લોકોનો 'પશ્ચિમ બંગાળ' નામ સાથે ઊંડો ભાવનાત્મક સંબંધ જોડાયેલો છે.
શરણાર્થી કોલોનીના સંસ્મરણો કર્યા તાજા
કોલકાતામાં આ મુદ્દે વાત કરતા ઋતબ્રત બેનર્જીએ પોતાના પરિવારના સંઘર્ષને યાદ કરતા કહ્યું હતું કે, "મારો જન્મ 15 ડિસેમ્બર, 1979ના રોજ બંગાળમાં થયો હતો, પરંતુ હું એક એવી વ્યક્તિ છું જે શરણાર્થી કોલોનીમાં ઉછરીને મોટો થયો છે. મારા પિતા જ્યારે પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે 1947માં તેમને દેશ છોડવો પડ્યો હતો. અમે જાદવપુર કોલોનીમાં રહેતા હતા."
'પશ્ચિમ બંગાળ' નામ સાથે લાખો લોકોનો ભાવનાત્મક લગાવ
ભાગલા સમયની પરિસ્થિતિને યાદ કરતા તેમણે વધુમાં ઉમેર્યું કે, "જ્યારે ભાગલા પડ્યા ત્યારે પૂર્વ પાકિસ્તાનની રચના થઈ અને આ બાજુ 'પશ્ચિમ બંગાળ' બન્યું. બેઘર બનીને અહીં આવેલા લાખો લોકો 'પશ્ચિમ બંગાળ' નામ સાથે એક ઊંડો અને ભાવનાત્મક સંબંધ ધરાવે છે."
ઇતિહાસ ભૂંસી ન શકાય: ઋતબ્રત બેનર્જી રાજ્યનું નામ બદલવાની પ્રક્રિયા પર પોતાનો મત સ્પષ્ટ કરતા વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, "તમે માત્ર પશ્ચિમ બંગાળનું નામ બદલીને ઇતિહાસને ભૂંસી શકતા નથી, અને તમારે તેમ કરવું પણ ન જોઈએ. 'પશ્ચિમ બંગાળ' નામ જળવાઈ રહેવું જોઈએ." તેમણે અંતમાં ઉમેર્યું કે, "અમે સરકારની આ પહેલનું સ્વાગત કરીએ છીએ. ઇતિહાસ હજુ પણ અનિર્ણિત છે અને તેનો અંત આવવાનો ઇનકાર કરે છે."













