VIDEO: પશ્ચિમ બંગાળનું નામ બદલીને પશ્ચિમ બંગા કરવા બિલ રજૂ થશે
પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં વિધાનસભામાં રાજ્યનું નામ બદલ

પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં વિધાનસભામાં રાજ્યનું નામ બદલીને પશ્ચિમ બંગા કરવા માટેનું બિલ રજૂ કરશે. આ નિર્ણય રાજ્યને તેના સમૃદ્ધ ઇતિહાસ સાથે જોડવા માટે લેવામાં આવ્યો છે. ભાજપના નેતાએ સ્પષ્ટ કર્યું હતું કે હવે બંગલા કે વેસ્ટ બંગાળ જેવા નામોની જરૂર નહીં રહે, કારણ કે નવું નામ રાજ્યની બંગાળી ઓળખ અને ઇતિહાસ સાથે સંપૂર્ણ સુસંગત છે. રાજ્યનું નામ બદલવાના આ પ્રયાસો વર્ષ ૧૯૯૯થી ચાલી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી જરૂરી રાજકીય સર્વસંમતિ કે કેન્દ્રની મંજૂરી મેળવવામાં સફળતા મળી શકી ન હતી.




