VIDEO: પશ્ચિમ બંગાળમાં છ મહિનામાં સમાન નાગરિક સંહિતા લાગુ કરીશું: સુવેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રાજ્યમાં આગામી છ મહિનાની અંદર સમાન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રાજ્યમાં આગામી છ મહિનાની અંદર સમાન નાગરિક સંહિતા એટલે કે UCC લાગુ કરવાની જાહેરાત કરી છે. ઉત્તરાખંડ અને ગુજરાતની જેમ બંગાળમાં પણ યુસીસી લાવવા દાવો કરતા તેમણે કહ્યું કે તેમની સરકાર સત્તામાં આવ્યા બાદ કથિત લવ જેહાદ, લેન્ડ જેહાદ અને બળજબરીથી થતા ધર્માંતરણ સામે પણ અત્યંત કડક કાયદાઓ ઘડશે.... સભાને સંબોધિત કરતા તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ રાજ્યના યુવાનો માટે રોજગારીની માંગણી કરી હતી. સાથે જ, તેમણે દેશમાં બહારથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનાર તત્વો સામે મજબૂત એકતા દાખવીને સખત કાનૂની કાર્યવાહી કરવાની પણ પ્રબળ માંગ ઉચ્ચારી હતી.




