પશ્ચિમ બંગાળનું નામ બદલાઈ જશે? વિધાનસભામાં 6 તારીખે રજૂ થશે મોટો પ્રસ્તાવ, જાણો શું છે નવું નામ!

પશ્ચિમ બંગાળ રાજ્યનું નામ બદલવાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મુખ્યમંત્રી શુભેન્દુએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળનું નામ બદલીને 'પશ્ચિમ બંગ' કરવામાં આવશે.
6 તારીખે વિધાનસભામાં લવાશે પ્રસ્તાવ
જાહેરાત
આ નિર્ણયને અમલમાં મૂકવા માટે વહીવટી અને કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યનું નામ 'પશ્ચિમ બંગ' કરવા અંગેનો સત્તાવાર પ્રસ્તાવ આગામી 6 તારીખે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
વિધાનસભામાં આ પ્રસ્તાવ રજૂ થયા બાદ તેના પર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગળની બંધારણીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જાહેરાત












