Video: નેપાળને 24 હજાર કરોડની મદદ આપશે ભારત

પીએમ નરેન્દ્ર મોદીએ નેપાળને 24 હજાર કરોડ નેપાળી રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યુ છે. નેપાળ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આર્થિક પેકેજ જાહેર કરાયુ છે. બાલેન શાહની ભારતની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતને બંને દેશોની ગાઢ મિત્રતાનું પ્રતીક ગણાવતા પીએમ મોદીએ સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ અને આસ્થાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભગવાન રામ અને માતા સીતા ભારત-નેપાળની સહિયારી સભ્યતાના પ્રતીક છે. 2018ની જનકપુર યાત્રાને યાદ કરતાં મોદીએ કહ્યું કે નેપાળ વિના અમારા ધામ અને અમારા રામ પણ અધૂરા છે. નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહે બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈ આપવાની વાત કરી. તેમણે કહ્યું કે નેપાળ અને ભારતના સંબંધો હિમાલય જેવા મજબૂત અને સમુદ્ર જેવા વિશાળ છે. બંને દેશોના લોકો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેમણે નેપાળમાં રોકાણ કરવા માટે ભારતીય રોકાણકારોનું સ્વાગત કર્યું.









