Video: સીમાંકન બિલ માટે સાંસદ તોડવા 150 કરોડની ઓફર, સંજય રાઉતનો દાવો

સોર્સ: gstv

સંસદના શિયાળુ સત્રમાં સીમાંકન સાથે જોડાયેલું બંધારણીય સુધારા બિલ રજૂ થવાની ચર્ચા વચ્ચે રાજકીય વિવાદ વકર્યો છે. શિવસેના UBTના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે આ બિલ પસાર કરાવવા માટે NDA પાસે 40થી 45 સાંસદો ઓછા છે. તેમણે સાંસદોને પક્ષના વ્હિપ વિરુદ્ધ મતદાન કરવા માટે 150 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. જોકે, મહારાષ્ટ્ર સરકારના મંત્રી સંજય શિરસાટે આ દાવાને નકારી કાઢ્યો છે. રાઉતે દાવો કર્યો હતો કે આ સમગ્ર વ્યવસ્થા માટે મહારાષ્ટ્ર સરકારના એક મોટા મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે અને પૈસા મહારાષ્ટ્રમાંથી આપવામાં આવશે. જોકે, તેમણે આ આરોપો લગાવતી વખતે કોઈ મંત્રી કે અન્ય વ્યક્તિનું નામ જાહેર કર્યું નહોતું. જોકે, મહારાષ્ટ્ર સરકારના મંત્રી સંજય શિરસાટે રાઉતના આરોપોને ફગાવી દીધા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત