Video: વિસનગરના બાસણા નજીક ઈન્સ્ટાગ્રામ કોમેન્ટની અદાવતમાં સ્કોર્પીયોથી ટક્કર મારી હત્યાનો પ્રયાસ

સોર્સ: gstv

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બાસણા નજીક જૂની અદાવતમાં જીવલેણ હુમલાનો પ્રયાસ અને તોડફોડની ઘટના સામે આવી હતી . ફરિયાદી વિકાસભાઈ ઉર્ફે વિકો ચૌધરી પોતાની સ્વીફ્ટ કાર લઈને બાસણા જઈ રહ્યા હતા, ત્યારે પીલુદરા-બાસણા પાટીયા નજીક કાળા રંગની સ્કોર્પીયો કાર વડે તેમની કારને ઉપરાઉપરી ત્રણ ટક્કર મારવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ કોમેન્ટ મામલે સમાધાન કરાવવાની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું . ટક્કર બાદ ફરિયાદીએ ઝાડીઓ અને સીમમાં સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો, જ્યારે આરોપીઓએ લાકડીઓ વડે કારમાં ભારે તોડફોડ કરી હતી. હાલ વિસનગર તાલુકા પોલીસે માણસાના સમોઉ ગામના રવિ ગમનભાઈ રબારી સહિત અન્ય બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત