Video: વડોદરાના સોમા તળાવ રોડ પર ફ્લેટમાં ગેસ લીકેજ બાદ સિલિન્ડર બ્લાસ્ટ

સોર્સ: gstv

વડોદરાના કપુરાઈ સોમા તળાવ રોડ પર આવેલા નાસિલ્વર સ્ટોન ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફ્લેટના બીજા માળે કિચનમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં આગ લાગી હતી. આગ દરમિયાન કિચનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં જોરદાર ધડાકો થયો હતો. ધડાકાના અવાજથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, પરિવારના સભ્યો સમયસર સુરક્ષિત બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત