Video: જેતપુરના પીઠડીયામાં રેલવે તંત્રની અણઆવડતનો ભોગ બન્યા ૭૦ ખેડૂતો: રસ્તો બંધ થતા વાડીએ જવું મુશ્કેલ

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામના 60થી 70 ખેડૂતો રેલવે તંત્રની બેદરકારીને કારણે હાલાકી ભોગવી રહ્યા હોવાનો આક્ષેપ છે. વીરપુર-જેતલસર રેલવે ટ્રેક પરનું ફાટક નંબર 52 વર્ષ 2011થી બંધ કરાયું હોવા છતાં ખેડૂતો માટે વૈકલ્પિક રસ્તો બનાવાયો નથી. અત્યાર સુધી ખેડૂતો પાણીના નાળા નીચેથી અવરજવર કરતા હતા, પરંતુ ડબલ ટ્રેકની કામગીરીને કારણે આ રસ્તો પણ બંધ કરી દેવાયો છે. હાલ કપાસ અને રવિ પાકની સિઝનમાં ખેડૂતો ટ્રેક્ટર, હાર્વેસ્ટિંગ મશીન સહિતનાં સાધનો ખેતર સુધી લઈ જઈ શકતા નથી. આ મામલે ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2022-23થી અનેક રજૂઆતો કરવા છતાં ઉકેલ આવ્યો નથી. ત્યારે ખેડૂતોને તાત્કાલિક અંડરપાસ અથવા ઓવરબ્રિજ બનાવી આપવાની માંગ સાથે ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત