VIDEO: રાજકોટ: જેતપુરના થાણા ગાલોલ પાસે એસટી બસ-બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇકચાલકનું મોત
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામ પાસે એક ગંભીર અકસ્મ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામ પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. થાણા ગાલોલ ગામના જૂના રસ્તેથી મુખ્ય માર્ગ તરફ જઈ રહેલા બાઇક સવારને જેતપુર-અમરેલી રૂટની એસટી બસ સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક 47 વર્ષીય ચેતન હરસમુખભાઈ ગોહેલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતના અવાજથી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




