Video: દેવગઢ બારીઆમાં 4 કરોડના ખર્ચે સ્ટેટ હાઇવેનું નવીનીકરણ, ધારાસભ્ય બચુ ખાબડે કર્યું ખાતમુહૂર્ત

સોર્સ: gstv

દાહોદના દેવગઢ બારીઆ નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે રસ્તાનું અંદાજે ચાર કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે, જેનું ધારાસભ્ય બચુ ખાબડના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. વર્ષ 2017-18માં બનેલો આ રસ્તો માત્ર એક જ વર્ષમાં ખખડધજ બની જતાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આખરે સરકારે રસ્તો મંજૂર કરતા કામગીરી શરૂ થઈ છે. આ પ્રસંગે ધારાસભ્યએ રસ્તાની ગુણવત્તામાં કોઈ ખામી ન રહી જાય તે માટે નગરજનો, પાલિકા સભ્યો અને અધિકારીઓને કામગીરી પર દેખરેખ રાખવા અપીલ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત