Video: દેવગઢ બારિયાનો બારિયા-પીપલોદ સ્ટેટ હાઇવે બિસ્માર, ખાડાઓથી વાહનચાલકો પરેશાન

દેવગઢ બારિયા તાલુકામાંથી પસાર થતો બારિયા-પીપલોદ સ્ટેટ હાઇવે ખખડધજ હાલતમાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાઇવે પર ઠેરઠેર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકો માટે મુસાફરી મુશ્કેલ બની છે. રસ્તા પરના ખાડાઓને કારણે વાહનોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ગત રાત્રે પણ એક ફોરવ્હીલર ગાડી ખાડામાં પટકાતાં મોટું નુકસાન થયું હતું. રસ્તાની હાલતને લઈને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ જર્જરિત સ્ટેટ હાઇવેનું સમારકામ ક્યારે થશે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ હશે તેવા સવાલો ઊઠી રહ્યા છે.
જાહેરાત







