Video: વડોદરાના કલાલી રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ: હજારો લીટર પાણી રસ્તા પર વહી જતા સ્થાનિકોમાં રોષ, વાહનચાલકો પરેશાન

સોર્સ: gstv

વડોદરાના કલાલી રોડ પર ખિસકોલી સર્કલ નજીક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતાં હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું. પાણીની લાઇનમાં લીકેજના કારણે સમગ્ર રસ્તા પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ ઓછા વરસાદને કારણે જળસ્રોતોમાં પાણીની સપાટી ઘટી રહી છે, તો બીજી તરફ મહાનગરપાલિકાની બેદરકારીથી પીવાના પાણીનો બેફામ વેડફાટ થયો હતો. લીકેજ હોવા છતાં સમયસર સમારકામ નહીં થતાં કિંમતી પાણી વેડફાઈ ગયું હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પાણીની અછતની ચિંતા વચ્ચે મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊઠ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત