Video: વડોદરા કમાટીબાગ ઝૂમાં ઘોર બેદરકારી: હિપોપોટેમસના પીંજરાનો ગેટ ખુલ્લો રહી જતા સહેલાણીઓ બાળકો સાથે અંદર ઘૂસ્યા, વીડિયો વાયરલ

વડોદરાના કમાટીબાગ ઝૂમાં સુરક્ષા વ્યવસ્થાની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. હિપોપોટેમસના પીંજરાનો ગેટ ખુલ્લો રહી જતાં 15થી વધુ સહેલાણીઓ બાળકો સાથે હિપ્પોના પોન્ડ સુધી પહોંચી ગયા હતા. વાયરલ વીડિયોમાં હિપ્પો અને સહેલાણીઓ વચ્ચે માત્ર બે ફૂટ જેટલું અંતર જોવા મળી રહ્યું છે. હિપ્પોને ખોરાક આપવા ગેટ ખોલ્યા બાદ બંધ કરવાનું રહી ગયું હોવાની આશંકા છે. ઝૂમાં પ્રાણીઓને ખવડાવવા અને હેરાન કરવા પર પ્રતિબંધ હોવા છતાં સહેલાણીઓ નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા. અગાઉ આ જ સ્થળે પ્રાણીના હુમલામાં એક ગાર્ડનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે ઝૂ ક્યુરેટર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
જાહેરાત













