Video: વડોદરામાં કિરીટ સોલંકીનો ભાજપની સુનામીનો દાવો વિશ્વકર્માના 82 બેઠકોના નિવેદન પર સ્પષ્ટતા

આગામી 26 તારીખે સમગ્ર ગુજરાતમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અને વોર્ડ પ્રમાણે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ કિરીટ સોલંકીએ જણાવ્યું કે ડૉ. આંબેડકર સાથે વડોદરાનો ઐતિહાસિક નાતો રહ્યો છે. આગામી ચૂંટણીમાં ભાજપની સુનામી આવશે અને કોંગ્રેસનું અસ્તિત્વ નહીં રહે તેવો દાવો પણ કિરીટ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના 82 બેઠકો મળવાના નિવેદન અંગે તેમણે કહ્યું કે તેઓ ભૂલથી બોલી ગયા હશે.
જાહેરાત















