Video: વડોદરામાં આવતીકાલે ભગવાન નરસિંહજીની 289મી ઐતિહાસિક શોભાયાત્રા નીકળશે, 1,280 પોલીસ જવાન ખડેપગે રહેશે

સોર્સ: gstv

અઢી કિલોમીટરના રૂટ પર નીકળનારી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ અને રિહર્સલ યોજાયું હતું. બંદોબસ્તમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 1 હજાર 280 પોલીસ જવાન, હોમગાર્ડ અને TRB તૈનાત રહેશે. અત્યંત સંવેદનશીલ ગણાતા કુંભારવાડાથી તુલસીવાડી સુધીના એક કિલોમીટરના રૂટ પર સ્પેશિયલ એક્શન ફોર્સ ખડેપગે રહેશે, જ્યારે ધાબા પોઈન્ટ્સ પર ડ્રોન કેમેરા અને કમાન્ડ-કંટ્રોલ સેન્ટરથી બાજ નજર રાખવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત