Video: પંચમહાલ જિલ્લામાં વહીવટી તંત્રનો મોટો નિર્ણય, 118 તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલીના આદેશ કરાયા

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીના આ આદેશ મુજબ વહીવટી કામગીરી વધુ સુચારુ બને તે હેતુથી 19 તલાટી કમ મંત્રીઓની તાલુકા બહાર બદલી કરવામાં આવી છે, જ્યારે 99 તલાટી કમ મંત્રીઓની જે-તે તાલુકાની અંદર જ અરસપરસ બદલી કરાઈ છે. ગામોની વસ્તી અને તલાટીઓ પર રહેલા કામગીરીના ભારણનું યોગ્ય સંતુલન જળવાઈ રહે તે આધારે આ બદલીઓ કરવામાં આવી છે. આ સામૂહિક બદલીને પગલે જિલ્લાના વહીવટીતંત્ર અને ગ્રામ્ય કક્ષાએ કામગીરીમાં નવો વેગ આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
જાહેરાત














