Video: મનીષ પરમાર હત્યા કેસમાં પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન, તપાસ તેજ

સોર્સ: gstv

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં એસકે ચોક પાસે થયેલી મનીષ પરમારની હત્યાના મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. શુક્રવારની રાત્રે અબ્દુલ ગની અને રિયાઝ શેખ નામના શખ્સોએ સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં મનીષ પરમાર પર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. ગાંધીગ્રામ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસે જાહેરમાં બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. હાલ આ હત્યા કેસમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત