Video: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડ સિતારાઓનો ઝગમગાટ: ઐશ્વર્યા, અભિષેક અને શિલ્પા શેટ્ટી ગ્લેમરસ લુકમાં ચમક્યા

સોર્સ: gstv

મુંબઈમાં પ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા યોજાયેલી દિવાળી પાર્ટીમાં બોલિવૂડની તમામ જાણીતી હસ્તીઓએ હાજરી આપીને મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ખાસ અવસરે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન તેમના પરંપરાગત અને ગ્લેમરસ અંદાજમાં ક્રેઝી રેડ કાર્પેટ લુકમાં નજરે પડ્યા હતા. તેમની સાથે શિલપા શેટ્ટી અને તેની બહેન શમિતા શેટ્ટી પણ અત્યંત સુંદર ઈથનિક આઉટફિટ્સમાં પાપારાઝી સમક્ષ પોઝ આપતી જોવા મળી હતી. આ સિવાય સાઉથ અને બોલિવૂડ એક્ટ્રેસ શ્રીલીલા, અંગદ બેદી, સીમા સજદેહ અને નીલમ કોઠારીએ પણ પોતાના સ્ટાઇલિશ ગેટઅપથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રકાશના આ પર્વ નિમિત્તે યોજાયેલી આ પાર્ટીમાં સ્ટાર્સે એકબીજાને દિવાળીની શુભકામનાઓ પાઠવીને આ રોયલ નાઇટનો આનંદ માણ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત