Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Know the story of this' inauspicious' word of Bollywood

સુપરહિટ ગીતો અને મોટા સ્ટાર્સ છતાં બોક્સ ઓફિસ પર ફ્લોપ! જાણો બોલિવૂડના આ 'અશુભ' શબ્દની કહાની

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સુપરહિટ ગીતો અને મોટા સ્ટાર્સ છતાં બોક્સ ઓફિસ પર ફ્લોપ! જાણો બોલિવૂડના આ 'અશુભ' શબ્દની કહાની
સોર્સ : gstv

કોઈપણ ફિલ્મ બનાવતી વખતે ઘણી બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે સૌ પ્રથમ કોઈ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય છે ત્યારે તેનું શુભ મુહૂર્ત કરવામાં આવે છે અને સેટ પર પૂજા કરવામાં આવે છે. આ પછી ફિલ્મનું ટાઈટલ, તેના ગીતો અને અન્ય ઘણી બાબતો પર ન્યુમેરોલોજી (અંકશાસ્ત્ર)નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખુદ કલાકારો પોતાના અંગત જીવનમાં પણ આવું કરતા હોય છે. એકતા કપૂર ખુલ્લેઆમ કહે છે કે તે ન્યુમેરોલોજી અને એસ્ટ્રોલોજી (જ્યોતિષ) માં વિશ્વાસ રાખે છે. પરંતુ જરા વિચારો કે જો કોઈ શબ્દ જ ઇન્ડસ્ટ્રી માટે એટલો અશુભ બની ગયો હોય કે જેના નામ પરથી સતત ફિલ્મો આવી પણ એક પણ ન ચાલી, તો આવા સમયે ભલા શું કરી શકાય?

App Store

બોલિવૂડમાં આવો જ એક અશુભ શબ્દ છે ‘કર્જ’ (Karz). આ નામથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીમાં 9 ફિલ્મો આવી ચૂકી છે. કાં તો કોઈ ફિલ્મનું નામ જ 'કર્જ' રહ્યું હોય અથવા તો ફિલ્મના ટાઈટલમાં 'કર્જ' શબ્દ આવ્યો હોય. પરંતુ બોક્સ ઓફિસની દ્રષ્ટિએ આ શબ્દ હંમેશાં અશુભ જ સાબિત થયો છે. અહીં તથ્યો સાથે જાણો કે આ શબ્દ સાથે જોડાયેલો બોક્સ ઓફિસનો ઈતિહાસ કેવો રહ્યો છે.

ગીતો સુપરહિત પણ ફ્લોપ રહી હતી ઋષિ કપૂરની 'કર્જ'

આની શરૂઆત થાય છે વર્ષ 1980માં આવેલી ઋષિ કપૂરની ફિલ્મ 'કર્જ' થી. આ ફિલ્મમાં ઋષિ કપૂર લીડ રોલમાં હતા, જ્યારે સિમી ગરેવાલ અને ટીના અંબાણી તેમની સામે જોવા મળ્યા હતા. ફિલ્મના ગીતોને તો અપરંપાર સફળતા મળી હતી પરંતુ ફિલ્મને એવું પરિણામ નહોતું મળ્યું જેની કલ્પના કરવામાં આવી હતી. ફિલ્મ 'બિલો એવરેજ' (સરેરાશથી નીચે) રહી હતી અને કોમર્શિયલી બિનસફળ માનવામાં આવી હતી. જોકે, તેના ગીતો 'ઓમ શાંતિ ઓમ' અને 'એક હસીના થી' ને જબરદસ્ત સફળતા મળી હતી અને બાદમાં ફિલ્મની વાર્તાના પણ વખાણ કરવામાં આવ્યાં હતા. આજે તેને એક 'કલ્ટ ક્લાસિક' મૂવી માનવામાં આવે છે.

ડિપ્રેશનમાં સરકી ગયા હતા ઋષિ કપૂર

'કર્જ' ફિલ્મ કમાણીની દ્રષ્ટિએ નિષ્ફળ જતાં ઋષિ કપૂરને ઘેરો આઘાત લાગ્યો હતો અને તેઓ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. આ ફિલ્મની અસફળતાથી તેઓ ખૂબ જ દુભાયા હતા. તેમણે પોતાની આત્મકથા 'ખુલ્લમ ખુલ્લા' માં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન સુભાષ ઘઈએ કર્યું હતું. ત્યારબાદ આ જ નામથી હિમેશ રેશમિયાએ પણ એક ફિલ્મ બનાવી હતી અને 'કર્જ' ના ગીતોને રીક્રિએટ કર્યા હતા. ગીતોને થોડી સફળતા મળી પણ 'કરજજજ' (Karzzzz) નામથી આવેલી હિમેશની આ ફિલ્મ પણ મોટી ફ્લોપ સાબિત થઈ હતી. અહેવાલો મુજબ, 24 કરોડના બજેટમાં આ ફિલ્મ માત્ર 16 કરોડ જ કમાઈ શકી હતી.

બાકીની 7 ફિલ્મોનું પણ હાલ ખરાબ રહ્યું

આ સિવાય 'કર્જ' ટાઈટલ સાથે બીજી 7 ફિલ્મો આવી હતી, પણ આ બધી જ ફિલ્મોનું હાલ પણ ખરાબ રહ્યું હતું:

કર્જ - ધ બર્ડન ઓફ ટ્રુથ: સની દેઓલ, સુનીલ શેટ્ટી અને શિલ્પા શેટ્ટી અભિનીત આ ફિલ્મ સિનેમાઘરોમાં સારું પ્રદર્શન કરી શકી નહોતી. 11 કરોડના બજેટ સામે તે માત્ર 15 કરોડ જ કમાઈ શકી હતી અને 'એવરેજ' રહી હતી.

કર્જ તેરે ખૂન કા: ભારત ભૂષણ લીડ રોલમાં હતા તેવી મદન કુમાર નિર્દેશિત આ ટીવી ફિલ્મને પણ ફ્લોપ જાહેર કરવામાં આવી હતી.

દૂધ કા કર્જ (1990): જેકી શ્રોફ અને નીલમની આ ફિલ્મ 2.5 કરોડના બજેટ સામે 3 કરોડનું જ કલેક્શન કરી શકી હતી અને 'બિલો એવરેજ' સાબિત થઈ હતી.

દૂધ કા કર્જ (2016): વર્ષ 2016માં આ જ નામથી આવેલી લો-બજેટ ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઈ હતી.

મોટા સ્ટાર્સવાળી ફિલ્મો પણ ફ્લોપ નિકળી

પ્યાર કા કર્જ (1990): મિથુન ચક્રવર્તી, ધર્મેન્દ્ર, વિનોદ મહેરા, કાદર ખાન, મીનાક્ષી શેષાદ્રી, નીલમ, શક્તિ કપૂર અને અસરાની જેવા કલાકારોથી સજ્જ આ મલ્ટીસ્ટારર ફિલ્મ પણ સિનેમાઘરોમાં ખાસ કમાલ ન કરી શકી અને એવરેજ રહી.

કર્જ ચુકાના હૈ (1991): ગોવિંદા, રાજ કિરન, નીલમ અને કાદર ખાન જેવા કલાકારો હોવા છતાં આ મોટી સ્ટારકાસ્ટવાળી ફિલ્મ ફ્લોપ સાબિત થઈ.

મહાન કર્જ: શાહરૂખ ખાનની આ શોર્ટ ફિલ્મ પણ સિનેમાઘરોમાં સારું પ્રદર્શન કરી શકી નહોતી અને બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.

આવું અશુભ નામ રાખવાનું જોખમ કેમ ઉઠાવે?

કુલ મળીને જોઈએ તો, ઉપર એવી 9 ફિલ્મોનો બોક્સ ઓફિસ કલેક્શન સાથે ઉલ્લેખ થયો છે જેના ટાઈટલમાં 'કર્જ' શબ્દનો ઉપયોગ થયો હતો. પરંતુ આમાંથી એક પણ ફિલ્મ 'એવરેજ' થી ઉપર જઈ શકી નથી, એટલે કે હિટ થઈ શકી નથી. જ્યારે મોટાભાગની ફિલ્મો તો ફ્લોપ જ સાબિત થઈ છે.

આ દરમિયાન એ પણ જોવા મળ્યું કે કેટલીક ફિલ્મોમાં ઉત્તમ કક્ષાના કલાકારોએ કામ કર્યું હતું અને ગીતો પણ સુપરહિટ રહ્યા હતા જે આજે પણ સાંભળવામાં આવે છે, પરંતુ બોક્સ ઓફિસ પર પ્રદર્શન નબળું જ રહ્યું. છે ને આ એક અજીબ ઈત્તેફાક! કદાચ આ જ કારણ છે કે હાલના દિવસોમાં એવી કોઈ પણ ફિલ્મ નથી આવી જેના ટાઈટલમાં 'કર્જ' શબ્દ હોય. હવે આટલા પુરાવા જોયા અને જાણ્યા પછી કોઈ પણ એવું 'કર્જ' કેમ લેવા માગશે જે આખી જિંદગી માટે ઘા આપી જાય.

ટોપિક્સ:GSTV NewsGujarati News