VIDEO: 102 ડિગ્રી તાવમાં પણ આશા ભોસલેએ ગાયું હતું 'એ' સુપરહિટ ગીત, સાંભળીને સંગીતકાર રડી પડ્યા હતા!
આશા ભોસલેએ પોતાની કારકિર્દીમાં ઘણા શાનદાર અને યાદગાર ગીતો આપ્યા છે. આશા ખૂબ જ મહેનતુ હતાં અને પોતાના ગીતો તથા કારકિર્દી માટે દિવસ-રાત એક કરી દેતાં હતાં. આજે તમને તેમના એક ગીત સાથે જોડાયેલો કિસ્સો જણાવશું, જ્યારે તેઓ સખત તાવમાં પણ રેકોર્ડિંગ સ્ટુડિયો પહોંચ્યા હતા અને એ દર્દમાં પણ એવું ગીત ગાયું જે સુપરહિટ સાબિત થયું. આજે પણ લોકો આ ગીતને ખૂબ પસંદ કરે છે.
102 ડિગ્રી તાવમાં પણ ગાયું ગીત
આ ગીત છે 'અભી ના જાઓ છોડ કર'. સંગીતકાર જયદેવે આ ગીતમાં મ્યુઝિક આપ્યું હતું. એવું કહેવાય છે કે તેઓ આ ગીત માટે કોઈ અન્ય સિંગરને લેવા માંગતા હતા, પરંતુ આશા ભોસલે આ ગીત ગાવા માંગતા હતાં. આથી આશાને રેકોર્ડિંગ સ્ટુડિયો બોલાવવામાં આવ્યા. જોકે, એ દિવસે આશાને 102 ડિગ્રી તાવ હતો. આશાએ હિંમત ન હારી અને એ તાવમાં પણ તેમણે પોતાના અવાજમાં એવું ગાયું કે સ્ટુડિયોમાં હાજર તમામ લોકો તેમના વખાણ કરતા થાકતા નહોતા.
આશાનો અવાજ સાંભળી જયદેવ ભાવુક થઈ ગયા
એવું પણ કહેવાય છે કે આશાનો અવાજ અને તેમની સખત મહેનત જોઈને જયદેવ એટલા ખુશ થઈ ગયા હતા કે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.
મોહમ્મદ રફી સાથે આશાનું ગીત
આ ગીત આશાએ મોહમ્મદ રફી સાથે ગાયું છે. આજે પણ જ્યારે બે પ્રેમીઓ મળીને છૂટા પડે છે, ત્યારે આ પંક્તિઓ ચોક્કસ ગાય છે. આ ગીત 1961માં રિલીઝ થયેલી ફિલ્મ 'હમ દોનો'નું છે. ફિલ્મમાં દેવ આનંદ અને સાધના મુખ્ય ભૂમિકામાં હતા. આ ગીતમાં સંગીત જયદેવે આપ્યું હતું અને તેના બોલ સાહિર લુધિયાનવીએ લખ્યા હતા.
આશાએ ગાયા છે 12 હજાર ગીતો
અહેવાલો મુજબ તેમણે પોતાની કારકિર્દીમાં 20 ભાષાઓમાં લગભગ 12 હજાર ગીતો રેકોર્ડ કર્યા છે. આશાએ પોતાનું પહેલું ગીત 1943માં ગાયું હતું, જ્યારે પ્લેબેક સિંગર તરીકે તેમનો ડેબ્યૂ ફિલ્મ 'ચુનરિયા'થી થયો હતો.
આશાના નામે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ
આટલું જ નહીં, વર્ષ 2011માં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવા બદલ આશા ભોસલેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું હતું.
આશાને મળ્યા મોટા સન્માન
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તેમના યોગદાન માટે આશાને ઘણા એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે, પરંતુ જે બે સૌથી મોટા એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા તે છે પદ્મ વિભૂષણ અને દાસા સાહેબ ફાળકે એવોર્ડ.

