Video: અમરેલીના લાઠી નજીક કૃત્રિમ તળાવમાં ડૂબતા બે બાળકોને બચાવવા ગયેલા કાકાનું કરુણ મોત થયું

મૃતક ભાવેશ ડોડીયા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાની નંદી ગૌશાળામાં વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે આવેલા બે બાળકો નજીકના કૃત્રિમ તળાવમાં નાહવા પડ્યા હતા અને અચાનક ડૂબવા લાગ્યા હતા. બાળકોનો શોરબકોર સાંભળીને ભાવેશે તેમને બચાવવા તળાવમાં છલાંગ લગાવી હતી. જોકે, અન્ય લોકોની મદદથી બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ભાવેશ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને લાઠી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત















