Video: ભાવનગરના કુંભારવાડામાં અલંગનો ભંગાર તોડતી વખતે પ્રચંડ બ્લાસ્ટ, આગ લાગતા 6થી 7 લોકો દાઝ્યા

સોર્સ: gstv

મળતી વિગતો અનુસાર ભાવનગરના કુંભારવાડાના મહાલક્ષ્મી મિલની ચાલી વિસ્તારમાં મજૂરો અલંગના ભંગારમાંથી લાવેલો માલ તોડી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દુર્ઘટનામાં સ્થળ પર કામ કરી રહેલા 6 થી 7 શ્રમિકોને ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદે દોડી આવી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ આ બ્લાસ્ટ કયા કારણોસર થયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત