Video: પંચમહાલમાં 'ઓપરેશન હેલ્થ' હેઠળ હાઈવે પરની હોટલોમાં સઘન તપાસ ઝુંબેશ

પંચમહાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાઈવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ગોધરા સ્થિત 'દર્શન કાફે' પાસે જરૂરી ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવતાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાફે બંધ કરાવવામાં આવ્યું હતું. વિવિધ હોટલોના રસોડાં, ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ ભોજન બનાવતા અને પીરસતા કર્મચારીઓ એપ્રોન અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરે છે કે નહીં તેની સઘન ચકાસણી કરી હતી. તપાસના ભાગરૂપે અલગ-અલગ ખાદ્ય પેઢીઓમાંથી કુલ ૧૩ જેટલા ખાદ્ય નમૂનાઓ એકત્ર કરીને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. હાઈવે પર મુસાફરી કરતા નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે શરૂ કરાયેલી આ ઝુંબેશમાં લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ નિયમોનો ભંગ કરનાર એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરાત












