મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પંચમહાલમાં પડતર માંગણીઓને લઈને શાળા સંચાલક મંડળ દ્વારા આંદોલનની ચીમકી

પંચમહાલના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ

તસવીર: gstv

પંચમહાલના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. શાળા સંચાલકોએ એફઆરસી પ્રક્રિયામાંથી મુક્તિ, આરટીઈ હેઠળ વાસ્તવિક ખર્ચનું ચૂકવણું, નવા સુધારા વિધેયકનો વિરોધ અને સંકલિત કોમન પોર્ટલ જેવા મહત્વના મુદ્દાઓ પર વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી છે. સંચાલક મંડળે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી સમયમાં તેમના વણઉકેલાયેલા પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય પણ સંપૂર્ણપણે બંધ રાખવાની ચીમકી અપાતા વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે.

આ સમાચાર શેર કરો