Video: વિદ્યાસહાયક ભરતીમાં અનામત રખાયેલી ૭૭૪ જગ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા SPGની માંગ, લાલજી પટેલે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને કરી રજૂઆત

સોર્સ: gstv

મહેસાણામાં 11 હજાર વિદ્યાસહાયક ભરતીમાં અનામત રાખવામાં આવેલી 774 જગ્યાઓનો કાયમી ઉકેલ લાવી તાત્કાલિક ભરતી કરવાની માંગ ઉઠી છે. સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી છે. અંદાજે 8 હજાર ઉમેદવારોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા છતાં 774 જગ્યાઓ ખાલી રહેતાં મેરિટમાં આવેલા લાયક ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરાયો છે. વર્ષોની મહેનત બાદ સફળ થયેલા ઉમેદવારોના ભવિષ્યને ધ્યાનમાં રાખી વહેલી તકે નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે. કોર્ટમાં પિટિશન કરનારા નાપાસ ઉમેદવારો એફિડેવિટ આપે અને મેરિટના ઉમેદવારોને તાત્કાલિક નિમણૂક આપવામાં આવે તેવી SPGની માંગ છે. જ્યારે 774 જગ્યાના હકદાર ઉમેદવારોને કોર્ટના અંતિમ ચુકાદા બાદ નવી અથવા ઉપલબ્ધ જગ્યાઓમાં સમાવી ન્યાય આપવાની પણ રજૂઆત કરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત