મહારાષ્ટ્રના પરિવારના 6 સભ્યોને નહેરમાં ફેંકી દેવાયા; માતા-પિતા સહિત 3નાં મોત

મહારાષ્ટ્રના પરિવારના 6 સભ્યોને નહેરમાં ફેંકી દેવાયા; માતા-પિતા સહિત 3નાં મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુરતના બારડોલી તાલુકામાંથી એક કાળજું કંપાવતી ઘટના પ્રકાશમાં આવી છે. બારડોલીના ઉવા ગામ નજીક કારમાં આવેલા 4 શખ્સોએ મહારાષ્ટ્રથી આવેલા શ્રમજીવી પરિવારની કારને આંતરીને તમામ સભ્યોને ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં ફેંકી દીધો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો છે.

13 વર્ષીય કિશોરના હાથમાં પાઇપ આવતા જીવ બચ્યો

જાહેરાત

પ્રાથમિક માહિતી મુજબ, મહુવા તાલુકાના ડુંગરી નજીક ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાંથી એક બાળક અને તેના માતા-પિતા એમ કુલ 3 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે 13 વર્ષીય કિશોરના હાથમાં પાઇપ આવી જતાં, તેણે પોતાનો જીવ બચાવ્યો હતો. હજુ પણ તંત્ર દ્વારા પરિવારના અન્ય 2 બાળકોની શોધખોળની કામગીરી ચાલી રહી છે.

બાળકોની શોધખોળ માટે શરૂ કર્યું રેકસ્યું ઓપરેશન

આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી, લાપતા બાળકોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા પોલીસની 8 ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રના આ શ્રમજીવી પરિવારને અજાણ્યા શખ્સો દ્વારા શા માટે નહેરમાં ફેંકવામાં આવ્યો, તેનું કારણ હજુ પણ અકબંધ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત