Video: મહારાષ્ટ્રના ખોપોલીમાં શિંદે જૂથના શિવસેનાના હોદ્દેદારો અને કાર્યકરો NCPમાં જોડાયા

સોર્સ: gstv

મહારાષ્ટ્રના ખોપોલીમાં શિંદે જૂથની શિવસેનાને રાજકીય ઝટકો લાગ્યો છે. શિંદે શિવસેનાના અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં પ્રવેશ કર્યો હતો. NCPના સાંસદ સુનીલ તટકરેની ઉપસ્થિતિમાં આયોજિત પક્ષ પ્રવેશ કાર્યક્રમ દરમિયાન આ રાજકીય પક્ષપલટો જોવા મળ્યો હતો. આ પ્રસંગે કાર્યકરો સાથે સંવાદ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષમાં જોડાયેલા નવા કાર્યકરોનું સુનીલ તટકરેએ સ્વાગત કર્યું હતું. ખોપોલીમાં યોજાયેલા આ કાર્યક્રમથી સ્થાનિક રાજકીય સમીકરણોમાં ચર્ચા શરૂ થઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત