Video: તિરુપતિમાં શ્રદ્ધાળુઓની યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા માટે શ્રીવારી લાઇફ ઇન્શ્યોરન્સ યોજના

આંધ્રપ્રદેશના તિરુપતિમાં શ્રદ્ધાળુઓની યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા માટે શ્રીવારી યાત્રા સુરક્ષા ગ્રુપ લાઇફ ઇન્શ્યોરન્સ યોજનાને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. LICના ચેરમેન આર. દોરાઈસ્વામીએ યાત્રાળુઓ માટે શરૂ કરવામાં આવેલી આ વીમા યોજનાની વિગતો રજૂ કરી હતી. આ યોજના અંતર્ગત શ્રીવારીના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને ગ્રુપ લાઇફ ઇન્શ્યોરન્સનું સુરક્ષા કવચ પૂરું પાડવાનો હેતુ છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આર્થિક રક્ષણને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે.
જાહેરાત









