Video: કાશીમાં દેવ દિવાળીનો ઉજાસ

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દેવ દિવાળીની ઉજવણીના ભાગરૂપે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના લલિતા ઘાટ અને ગંગા દ્વાર ખાતે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. પવિત્ર ગંગા નદીના કિનારે દીવાઓની રોશનીથી સમગ્ર ઘાટ ઝળહળી ઉઠ્યો હતો. દેવ દિવાળીના પાવન અવસરે ધાર્મિક પરંપરા અનુસાર દીપ પ્રાગટ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર અને ઘાટ પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. દીવાઓની ઝગમગાટથી કાશીની આધ્યાત્મિક સુંદરતામાં વિશેષ વધારો થયો હતો. દેવ દિવાળીના આ મનમોહક દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત