બંધારણના મુદ્દે ભાજપ સામે કોંગ્રેસ મેદાનમાં, અમદાવાદમાં 'સંવિધાન રક્ષા માર્ચ'

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંધારણના મુદ્દે રાજકીય જંગ તેજ બન્યો છે. ભાજપના 'સંવિધાન ગૌરવ અભિયાન' સામે કોંગ્રેસ દ્વારા 'સંવિધાન રક્ષા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે.

બંધારણ અને બંધારણીય સંસ્થાઓના રક્ષણના મુદ્દે ગુજરાત કોંગ્રેસ આજે અમદાવાદમાં માર્ચ યોજશે. મતદાર યાદી અને ચૂંટણી પંચના મુદ્દે કોંગ્રેસ વિરોધ નોંધાવશે.

જાહેરાત

અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસની સભા યોજાશે. જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે.

સભા બાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી પાલડી ક્રોસ રોડ સુધી સંવિધાન રક્ષા માર્ચ યોજાશે. કોંગ્રેસ દ્વારા નેતાઓ અને કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી છે.

બંધારણના રક્ષણના મુદ્દે કોંગ્રેસની આ માર્ચને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંધારણના મુદ્દે રાજકીય ઘમાસાણ વધુ તેજ બનવાના સંકેત છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત