Video: ગુજરાત હવામાન અપડેટ: તાપમાનમાં ૨.૬ ડિગ્રીના વધારા છતાં ૧૩.૮ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ, જાણો ક્યારથી પડશે કડકડતી ઠંડી

ગુજરાતમાં ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનમાં ૨.૬ ડિગ્રીનો વધારો નોંધાયો છે, તેમ છતાં ૧૩.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અગાઉ ૨૪ નવેમ્બરે નલિયાનું તાપમાન ૧૧.૨ ડિગ્રી નોંધાયું હતું, જેમાં પવનની દિશા બદલાતા સામાન્ય વધારો જોવા મળ્યો છે. હાલ રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશા તરફના સૂકા અને ઠંડા પવનો ફૂંકાતા હોવાથી વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૭ દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે અને ૧થી ૨ ડિગ્રીનો સામાન્ય વધારો થઈ શકે છે. ઉત્તરીય પવનો સેટ થયા બાદ તેમજ જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનાથી જ રાજ્યમાં કડકડતી ઠંડીનું જોર વધવાની શક્યતા છે.
જાહેરાત













