Video: ગુજરાતમાં મહિલાઓમાં 66.2 ટકા અને બાળકોમાં 56.5 ટકા એનિમિયા, શક્તિસિંહ ગોહિલે સરકારને કર્યા સવાલો

ગુજરાતમાં મહિલાઓ, કિશોરીઓ અને બાળકોમાં એનિમિયાનું પ્રમાણ ચિંતાજનક હોવાનું એક નવા અહેવાલમાં સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સર્વે મુજબ ગુજરાતમાં પ્રજનન વયની 66.2 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે, જ્યારે 20થી 59 વર્ષની 63.8 ટકા મહિલાઓ અને 10થી 19 વર્ષની 61.4 ટકા કિશોરીઓમાં પણ રક્તક્ષીણતાની સમસ્યા જોવા મળી છે. એટલું જ નહીં, 12થી 59 મહિનાનાં 56.5 ટકા બાળકોમાં પણ એનિમિયાનું પ્રમાણ નોંધાયું છે. આ આંકડાઓને લઈને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
જાહેરાત














