Video: સુરતમાં ભાજપના હોદ્દેદાર બુટલેગર બન્યાં, ઘરમાં જ ચલાવતા હતા વિદેશી દારૂની હાટડી

સોર્સ: gstv

રાજ્યમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે સુરત શહેરના રાજકારણમાં ખળભળાટ મચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના લાલગેટ વિસ્તારમાં ભાજપના જ એક હોદ્દેદાર પોતાના પુત્ર સાથે મળીને ઘરમાં જ વિદેશી દારૂની હાટડી ચલાવતા હોવાનો પર્દાફાશ થયો છે. લાલગેટ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સુરત ભાજપના વોર્ડ નંબર 12ના મહામંત્રી વિજય મોદી અને તેના સાગરીતને દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે તેનો પુત્ર ફરાર થઈ ગયો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખાંડ બજારના લક્ષ્મીભવનમાં દારૂનું પેકિંગ ચાલતુ હતુ  પોલીસને ચોક્કમ બાતમી મળી હતી કે, એસ.એમ.સી. પાર્કિંગની પાછળ લક્ષ્મીભવનના પહેલા માળે રહેતા રાજ મોદી અને વિજય મોદી પોતાના જાળીવાળા ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે અને હાલ પગથિયાં પાસે દારૂના પેકિંગનું કામ ચાલી રહ્યું છે. જે બાદ પોલીસે દરોડા પાડ્યા જેમાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની અઢી લાખથી વધુ કિંમતની નાની-મોટી કુલ 645 બોટલ પોલીસે સ્થળ પરથી મળી. પોલીસે કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત