Video: નાઈટ સફારી પ્રોજેક્ટ વિવાદ: ગેનીબેન ઠાકોરે 240 અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ ન્યાયની ખાતરી આપી

સોર્સ: gstv

જૂના ડીસા ગામે પ્રાણી સંગ્રહાલય અને નાઈટ સફારી પ્રોજેક્ટના વિસ્તરણ માટે 250થી વધુ રહેણાંક મકાનો ખાલી કરાવવા નોટિસ અપાતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા વિના મકાનો ખાલી કરાવવાના આદેશ સામે જન આંદોલન સમિતિ દ્વારા 240 પરિવારોના ન્યાય માટે સત્યાગ્રહ ચલાવવામાં આવી રહ્યો છે. છેલ્લા નવ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા લોકોની વેદના સાંભળવા સાંસદ ગેનીબેન ઠાકોરે સત્યાગ્રહ છાવણીની મુલાકાત લઈ પરિવારોને સાંત્વના અને આશ્વાસન આપ્યું હતું. સાંસદે વિકાસની સાથે અસરગ્રસ્ત પરિવારોના હિતો જળવાય અને તેમના મકાનો ન તૂટે તે માટે યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત